બોલીવુડ સુપર સ્ટાર રિતિક રોશન સામે છેતરપિંડીની ફરિયાદ

1836

બોલીવુડ ફિલ્મોના સુપરસ્ટાર રિતિક રોશન સામે ચેન્નાઈના એક વેપારીએ ૨૧ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં બીજા આઠ વ્યક્તિઓના પણ નામ છે.

સન એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવતા આર મુરલીધરને ફરિયાદમાં જણાવ્યુ છે કે રિતિક રોશન દ્વારા લોન્ચ કરાયેલી અને પ્રમોટ થતી બ્રાન્ડની પ્રોડક્ટસનો બિઝનેસ કરવા માટે મને રાખ્યો હતો. જોકે પ્રોડક્ટસના માર્કેટિગં માટેની ટીમ રિતિક અને અન્ય આઠ વ્યક્તિઓએ વીખેરી કાઢી હતી.

વેપારીના કહેવા પ્રમાણે તેના કારણે પ્રોડક્ટસના વેચાણ પર અસર પડી હતી અને વેપારીને ૨૧ લાખનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પોલીસે વેપારીની ફરીયાદના આધારે આઈપીસી ૪૨૦ હેઠળ ગુનો દાખલ કર્યો છે.