કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા મેગા જોબ ફેરનું આયોજન

1978

કલોલ તાલુકા કેળવણી મંડળ તેમજ ગુજરાત યુનિવર્સિટીના સંયુકત પ્રયાસથી કલોલ ખાતે એક મેઘા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ મીએ મુખ્યમંત્રીની હાજરીમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ૧પ૦૦ જેટલાં બેરોજગારોને નોકરી આપશે. કેળવણી મંડળ દ્વારા આ પ્રકારનો નોકરી પ્લેસમેન્ટનો પ્રયોગ આવકારદાયક હોવાનું આચાર્ય તેમજ મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું.

વખારીયા હાઈસ્કુલ સહિત ૧૩ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતું ટ્રસ્ટ માત્ર વેપારીઓથી ચાલે છે. જે છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓને મદદમાં અગ્રેસર રહ્યું છે.

નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓ માટે તેમને રાજસ્થાનની કોટા ખાતેની શૈક્ષણિક સંસ્થા સાથે કોલોબ્રેશન કરીને વિદ્યાર્થીઓને નજીવી ફી માં માર્ગદર્શન અને શિક્ષણ આપવાનું કામ પણ સંસ્થા કરી રહી છે.

Previous articleન્યુ ગાંધીનગર વિસ્તારમાં મેલેરિયાએ માથું ઉચક્યુ
Next articleસેકટર – ર૪ માં આજે પણ દબાણો હટાવાયા : દબાણકારોમાં દોડધામ