GSPCને નાદાર જાહેર કરવા SBIએ શરૂ કરી કાર્યવાહી

1280

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લી.એ (GSPC) બેંકો પાસેથી રૂ. 2252 કરોડની લોન લીધી હતી. તે ચુકવી ન શકતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જીએસપીસીને નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ માહિતી ગુજરાત સમાચારપત્રમાં પ્રકાશિત થઇ છે.

જીએસપીસી દ્વારા ગુજરાતમાં ગેસ વિતરણ અને ખરીદી માટે વિવિધ કંપનીઓ બનાવવામાં આવી છે. જે દરમિયાન જીએસપીસીએ કૃષ્ણા ગોદાવરી બેઝીનમાં નવું તેલ ગેસ ક્ષેત્ર શોધવાની કામગીરી માટે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી કરોડોની લોન લીધી હતી. આ ઉપરાંત ઓએનજીસી પાસેથી પણ 8000 રૂ. કરોડ પણ મેળવ્યાં હતાં. રાષ્ટ્રિયકૃત બેંકો અને ઓએનજીસી પાસેથી મળીને એકંદરે 10000 રૂ. કરોડથી વધુની રકમ મેળવ્યા બાદ વિદેશની કંપનીને ડ્રિલીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને રૂા.800 કરોડ જેટલી મોટી રકમ એડવાન્સમાં આપી હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના ડાયરેક્ટરો દ્વારા ગુજરાતમાં ગેસ વિતરણ અને ખરીદી અંગે અલગ-અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. દરમ્યાનમાં જીએસપીસી દ્વારા થોડા સમય પહેલા કૃષ્ણા-ગોદાવરી બેઝીનમાં નવું તેલ-ગેસ ક્ષેત્ર શોધવાની કામગીરી માટે વિવિધ રાષ્ટ્રિયકૃત બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન મેળવી હતી. તદઉપરાંત ઓએનજીસી પાસેથી પણ 8000 કરોડ રૂ. જીએસપીસીએ મેળવ્યા હતા.

જીએસપીસીના બેંક એકાઉન્ટ એનપીએ થયા બાદ હવ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ હેઠળ જીએસપીસીને નાદાર જાહેર કરવાની કાર્યવાહી કરશે અને ત્યાર બાદ એનસી.એલ.ટી.માં જશે તેમ જાણવા મળે છે.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભીમા કોરેગાંવ હિંસા