નવાગામના નાળા પાસેથી અડધા શરીરની કોહવાયેલી લાશ મળી આવી

1038

દામનગરના નવાગામ નજીક એક કોહવાયેલી લાશ અર્ધ શરીરમાં મળી ભારે દુર્ગંધ મારતી અજાણી લાશ માત્ર ધડ સુધીનો ભાગ આ લાશ કોની છે ? કેટલા દિવસ પૂર્વે હત્યા કે આત્મહત્યા ? આ લાશ સ્ત્રીની છે કે પુરૂષ ? જેવા અનેકો રહસ્ય સર્જતી અજાણી લાશને હાલ તો ભાવનગર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલી અપાય છે. દામનગર નજીક આવેલ નવાગામના નાળા પાસે અર્ધ શરીરની કોહવાયેલી લાશ મળતા ભારે ચક્ચાર અનેકો રહસ્ય સર્જતી આ લાશ જ્યાં મળી આવી તે સ્થળે દામનગર પોલીસ ટીમ અને નિષ્ણાંત ઉચ્ચ અધિકારીઓએ પણ વિઝીટ કરી આ ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે પણ દામનગર પહોંચી સ્થાનિક પોલીસના ગાઈડ લાઈન્સ આપી અનેક એન્ગલથી તપાસ કરાઈ રહી છે.

Previous articleબાડાના અધ્યક્ષ પદે કમિશ્નર ગાંધી અને ગુડામાં અમરાની અધ્યક્ષ બનશે
Next articleસિધ્ધી વિદ્યાપીઠમાં પંજાબ નેશનલ બેંકનાં મેનેજરની હાજરીમાં સિંહ દિવસ ઉજવાયો