અમે બે દિલોને જોડવા મજબૂત બ્રિજ બાંધ્યો છે : કેન્દ્રીય પ્રધાન

1443

આ પ્રસંગે વિદેશ મંત્રી એમ.જે.અકબરે જણાવ્યું હતું કે, “૧૭ વર્ષમાં ફક્ત પાંચ કેન્દ્ર બન્યા હતા. હવે છેલ્લા બે વર્ષમાં ૧૯ નવા સેન્ટર બનશે. નરેન્દ્ર મોદીનું સપનું હતું કે દરેક ગુજરાતી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. આ માટે એક વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને ગરીબો પાસે પાસપોર્ટ હોવો જોઈએ. તેમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. પાસપોર્ટ મળવામાં હાલ વધારે સમય લાગી રહ્યો છે જેને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.