સ્ટાર ઇમરાનની ચીટ ઇન્ડિયા જાન્યુઆરીમાં રજૂ કરી દેવાશે

1502

બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં બોલિવુડમાં સફળતા નહી મેળવનાર ઇમરાન હાશ્મી  પાસે બે ફિલ્મ આવી ગઇ છે. તેની ચીટ ઇન્ડિયા નામની ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઇમરાન હાલમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહ્યો છે. તે હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ઇમરાન હાશ્મીના ડેબ્યુ પ્રોડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશ્મી જ ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યો છે.  ફિલ્મ ભરપુર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે. ઇમરાન હાશ્મી પ્રથમ વખત આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં ક્રિએટિવ સલાહકાર તરીકેની ભૂમિકામાં કમાલ ખાન છે. કમાલ ખાન પોતે અભિનેતા, નિર્માતા તરીકે રહ્યો છે. તેની પણ હમેંશા ટિકા થતી રહે છે. અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે કમાલ ખાન સહ નિર્માતા તરીકે છે. જો કે કમાલે કહ્યુ છે કે તે માત્ર સલાહકાર તરીકે છે. નાણાંકીય રીતે કોઇ મદદ કરી રહ્યો નથી. તેનુ કહેવુ છેકે તે પટકથામાં થોડાક મદદ કરી રહ્યો છે. તેનુ કેહવુ છે કે નિર્દેશક ટોની ડી સોઝા તેમના નજીકના મિત્રો પૈકી એક છે. જેથી જ્યારે પણ તેઓ તેની સલાહ માંગે છે ત્યારે તે આપી દે છે. ફિલ્મ નિર્માણની જવાબદારી ઝીની રહેલી છે. કેપ્ટન નવાબ એક એક્શન ફિલ્મ રહેશે.

Previous articleહજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી
Next articleયુએસ ઓપન : એન્ડી મરેની બીજા દોરમાં કારમી હાર થઇ