પૂ.ભાઈશ્રીના જન્મદિને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો

784

રાજુલા તાલુકાના દેવકા ગામના વતની એવા વિશ્વવંદનિય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ભાગવત થકી દેશ વિદેશમાં નામ રોશન કર્યુ છે. જેમનો ૩૧ ઓગસ્ટના દિવસે જન્મદિન નિમિત્તે લીલાપીરની ધાર હિંડોરણા ચોકડી સહિતના વિસ્તારોમાં ઝુપડપટ્ટીના રહેવાસીઓને ફ્રુટ વિતરણ કરાયું હતું. આ તકે વનરાજભાઈ વરૂ, મુસ્લિમ સમાજના આગેવાન સમીર કનોજીયા, સંજયભાઈ ધાખડા તેમજ સાગર સરવૈયા સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો જોડાયા હતા. જે કોમી એકતાનું ઉદાહરણ પ્રેરણાદાયક બનેલ.