ઐશ્વર્યા રાયે ભણસાલીની ફિલ્મ છોડી દેતાં ગુસ્સે ભરાયા..!!

1563

ઐશ્વર્યા રાય બચ્ચને અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં પોતાના અભિનેતા પતિ અભિષેક બચ્ચન સાથે કામ કરવા ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ છોડી દીધી એવા અહેવાલોથી ભણસાલી નારાજ થયા હતા. ’વ્હૉટ રબીશ, આવા રિપોર્ટ ક્યાંથી લાવે છે આ લોકો  ? પહેલી વાત તો એ કે હાલ હું ઐશ્વર્યા સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. તો પછી એણે મારી ફિલ્મ છોડી દેવાની વાત ક્યાંથી આવી ?’ એમ ભણસાલીએ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું. અગાઉ ભણસાલી અને ઐશ્વર્યા રાય બચ્ચને હમ દિલ દે ચૂકે સનમ (સલમાન ખાન અને અજય દેવગણ) દેવદાસ (શાહરુખ ખાન ) અને ગુઝારિશ (રિતિક રોશન) ફિલ્મો સાથે કરી હતી. આ પહેલાં એવા રિપોર્ટ પણ પ્રગટ થયા હતા કે ભણસાલી તો બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં પણ ઐશ્વર્યાને લેવાના હતા પરંતુ કોઇ કારણે એ વાત શક્ય બની નહીં. ભણસાલીના પ્રવક્તાએ આ રિપોર્ટને પણ સાવ ખોટ્ટા ગણાવ્યા હતા.