ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લાખો રૂપિયાનાં ખર્ચે દર્દીઓને લાવવા લઈ જવા માટે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનો ઉપયોગ માલવાહક તરીકે કરાતો હોય દર્દીઓ તથા તેના સગા સંબંધીઓમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.
ભાવેણાની પ્રજાને માંદગીનાં સમયે હોસ્પિટલ આવવા તેમજ સાજા થયે હોસ્પિટલથી પોતાનાં ઘરે પહોચાડવા માટે વિવિધ સંસ્થાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ગ્રાંટમાંથી લાખો રૂપીયાનાં ખર્ચે એમ્બ્યુલન્સ બદલે માલ-સામાનની હેરફેર માટે વપરાઈ રહ્યો છે.
સામાન્ય રીતે ગ્રામ્ય પંથકનાં દર્દીઓને હોસ્પિટલમાંથી ઘરે જવા માટે એમ્બ્યુલન્સ માંગવામાં આવે ત્યારે ડ્રાઈવર નથી એમ્બ્યુલન્સ બંધ છે તેવા બહારા ખાનગી એમ્બ્યુલન્સમાં નાણા ખર્ચીને જવા મજબુર કરાય છે આવી ખાનગી એમ્બ્યુલન્સનાં સંચાલકો સાથે હોસ્પિ.નાં અધિકારીઓની સાંઠગાંઠ હોવાના પણ દર્દીઓનાં સંબંધીઓ દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે.
વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યસભાનાં સાંસદ મનસુખભાઈ માંડવીયા દ્વારા દર્દીઓની સેવામાં વધારો કરવાનાં હેતુથી એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવેલ છે તેનો ઉપયોગ હાલમાં હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ દ્વારા માલ સામાન અને સ્ટેશનરીનાં હેરફેર માટે વાપરવામાં આવી રહી છે. ત્યારે આવી કામગીરી બંધ કરાવી ખરા અર્થમાં ગરીબ દર્દીઓને ઉપીયોગ થાય તેવા કડક પગલા ભરવા પણ માંગ ઉઠવા પામી છે.
















