ઢસા ગામે એક સાથે છ દુકાનોમાં ચોરીના બનાવ

843

ઢસામાં ગતરાત્રીના એક સાથે છ છ દુકાનો ઉપર ચોરોએ તરાપ મારી છે અને પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેકતા હોય તેવું લાગી રહ્યું છે. તસ્કર ગેંગે ઢસાને નિશાન બનાવ્યું છે ગતરાત્રીના ઢસાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ માર્બલ સ્ટોન સાથે છ દુકાનોના તાળા તૂટ્યા છે અને જેમાં રોકડ સાથે ચીજવસ્તુઓ અને સીસીટીવી પણ તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ કરતી પોલીસ નો ખોફ હવે ચોરોમાં રહ્યો નથી તે આ ઉપરા છાપરી ચોરીઓ જોઈને લાગી રહ્યું છે. તરસ્કરો ની સક્રિય થયેલી ગેંગને ઝડપી લેવી હવે પોલીસ માટે એક ચેલેન્જ બની ગઈ છે. પોલીસ કાયદો ને વ્યવસ્થા ટ્રાકીક ના નિયમોને વળગી રહી છે ત્યારે બીજી તરફ ચોરો હાથફેરો કરીને પોલીસના નાક નીચે થી સરકી જાય છે ત્યારે હાલતો પોલીસે તસ્કરોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

Previous articleવાંઢ ગામના શિવમંદિરે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરાયો
Next articleતળાજાના ભેંગાળી ગામે કરાઈ જન્માષ્ઠમીની અનોખી ઉજવણી