વાંઢ ગામના શિવમંદિરે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરાયો

975

જાફરાબાદ તાલુકાના વાંઢ ગામે પવિત્ર શ્રાવણમાસના સોમવારે ગામ આગેવાનો સેવાભાવી યુવાનો દ્વારા સવા લાખ બીલીપત્ર એકઠા કરી શિવમંદિરે ભવ્યતિ ભવ્ય બીલીપત્રનો મંત્રોચ્ચાર સાથે અભિષેક કરાયો.

જાફરાબાદના વાંઢ ગામે પવિત્ર શ્રાવણ માસના સોમવારે ગામ આગેવાનો સરપંચ પુત્ર ભરતભાઈ શિયાળની યુવા સેવાભાવી ટીમ તેમજ નાનામાં નાના માણસોની ખુબ જ જહેમતથી સવા લાખ બિલીપત્ર ગમે ત્યાં બીલી જાડ હોય ત્યાં પહોંચી એકઠા કરી શિવ મંદિરના પુજારી હિંમતબાપુ અને ગામ આગેવાનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સવા લાખ બિલ્લીપત્રના મંત્રોચ્ચાર દ્વારા અભિષેકનો આરંભ વહેલી સવારે ૪ વાગ્યાથી ગગન ભેદી મંત્રોચ્ચાર દ્વારા ગામ આગેવાનોની હાજરીમાં પુજારી વિદ્વાન હિંમતબાપુના સ્વમુખેથી શરૂ કરી સત મંત્રોચ્ચારથી બપોરના ૧ર-૩૦ સુધી મહામંત્ર જે ૐ ત્રીદલમ્‌ ત્રીગુણા કારમ્‌ મંત્રીનેત્રમ્‌ ત્રી આયુષમ ત્રી જન્મ પાપ સહારમ એક બીલમ્બ શિવાર્યણમ્‌ આ મહામંત્રીના ગગનભેદી નાદોથી શિવમંદિરે ભારે શિવભક્તોની ભીડ જામી સૌએ સવા લાખ બિલીપત્રના અભિષેક તેમજ મહાપુજા મહા આરતીનો લાભ લીધો તેમ ગામ આગેવાન ભગત ભુપતભાઈ શિયાળે જણાવાયું હતું.

Previous articleરાજુલાના ભ્રષ્ટાચારી ચીફ ઓફીસર પરીખના  પેન્શનના લાભ સ્થગિત રાખવા સરકારનો નિર્ણય
Next articleઢસા ગામે એક સાથે છ દુકાનોમાં ચોરીના બનાવ