દેશમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં હોવું જ જોઈએ : ઉપરાષ્ટ્રપતિ નાયડુ

1012

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ એ શિક્ષક દિવસ અવસર નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સમારોહમાં કહ્યું કે, ‘મમ્મી’ નહીં, ‘અમ્મા કે અમ્મી’ બોલવું જોઈએ, આ શબ્દના સ્વરમાં ઊંડાણ છે.  ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, દેશમાં ગુલામ માનસિકતા હજુ એક મોટી સમસ્યા છે. એ જરુરી છે કે આપણે અંગ્રેજી શિખીએ પરંતુ ઈગ્લીંશમેન બનીએ નહીં. આજે મમ્મી-ડેડી બોલવાનું શીખવવામાં આવે છે. મમ્મી નહીં, અમ્મા કે અમ્મી બોલો. આ શબ્દના સ્વરમાં જ ઊંડાણ છે.

નાયડૂએ વધુમાં એમ પણ કહ્યું કે, ભારતમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારને આગ્રહ કરીશે કે આ અંગે ધ્યાન આપે. ઉપરાષ્ટ્રપતિએ માતૃભાષામાં બોલવા અંગે કહ્યું કે, હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ અંગે આગ્રહ કરીશ કે આપણા દેશમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. સરકારે એ દિશામાં ધ્યાન આપવું જોઈએ. હું સરકારી સ્કૂલમાં ભણ્યો, વડાપ્રધાન કોઈ કોન્વેન્ટ સ્કૂલ ગયા નથી.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામ કોઈ મોટી સ્કૂલમાં ભણ્યા નથી. છતાં તમામ ઉંચા મુકામ પર પહોંચ્યા. એમણે વધુમાં ઉમેર્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારમાં મોટા ભાગના શિક્ષકો સરકારી સ્કૂલના છે. અહીંયા એ નોંધવું રહ્યું કે, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શિક્ષક દિવસ અવસર નિમિત્તે શિક્ષકોને નેશનલ એવોર્ડ વર્ષ -૨૦૧૭થી સન્માનિત કર્યા. આ અવસરમાં માનવ સંસાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહ પણ ઉપસ્થિત રહ્યાં.