અમરનાથ યાત્રા-કાશ્મીર મુકામે ગુજરાતની ઈન સર્વિસ ડોક્ટર્સ ફેડરેશનનું સન્માન કરાયુ

1650

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગે અમરનાથ યાત્રા-કાશ્મીર મુકામે ગુજરાતની મેડીક્લ ટીમમા ડોક્ટરો અને પેરામેડીક્લ સ્ટાફને મોક્લેલ છે. તેમા ડો મહેશ કાપડીઆની આગેવાનીમા ૭૨મા સ્વતંત્રતા દિવસે સીઆરપીએફ ના જ્વાનો, જ્મ્મુ ક્શ્મીર પોલીસ  અને અમરનાથ  યાત્રા બોર્ડ, મેડીક્લ ટીમ સાથે નુંનવન બેઝ કેમ્પ ધ્વજવંદન કાર્યર્ક્મ યોજ્યેલ જેમા ગુજરાત, દિલ્હી, પંજાબ, બિહાર, પોંડેચેરી, હરિયાણા, રાજ્સ્થાનના વિવિધ રાજ્યના ડોક્ટરો અને પેરામેડીક્લ સ્ટાફે, શ્ર્‌ધ્ધા ચેરીટેબલ ટ્‌ર્સ્ટ, ઈન સર્વિસ ડોક્ટર્સ ફેડરેશન, ગુજરાત રાજય તરફથી સીઆરપીએફ ના જ્વાનો, જ્મ્મુ ક્શ્મીર પોલીસ સ્ટાફ, અમરનાથ  યાત્રા બોર્ડ, જ્મ્મુ ક્શ્મીરની લોક્લ મેડીક્લ ટીમને મોમેંટો વિતરણ તથા પ્રભુપ્રસાદપરિવાર સેવા ટ્‌ર્સ્ટના હરિષભાઈ પ્રજાપતિ અને બાબા અમરનાથ સેવા મંડ્‌લ ના રમેશભાઈ તરફથી તમામને મિઠાઈ વિતરણ  અને દાવત આપવામા આવેલ.

આ પ્રસંગે જ્મ્મુ ક્શ્મીર મેડીક્લ ટીમ પહેલગામ શેષનાગ રુટના મેડીક્લ ડાયરેક્ટર ડો અશરફ, સીઆરપીએફ ક્માંડન્ડન્ટ રુપકુમાર, અરુણ કુમાર, અમરનાથ બોર્ડના ડાયરેક્ટર સુરેંદ્ર કુમાર, પ્રભુપ્રસાદ સેવા ટ્‌ર્સ્ટના હરિષભાઈ પ્રજાપતિ અને બાબા અમરનાથ સેવા ટ્‌ર્સ્ટના રમેશભાઈનુ શાલ ઓઢાળી અને મોમેંટો આપી સ્વાગત કરવામા આવેલ આ ઈન સર્વિસ ડોક્ટર્સ ફેડરેશન, ગુજરાત રાજય અને રાજ્યની મેડીક્લ ટીમ તરફથી ડો મહેશ કાપડીયાએ આખા કાર્યર્ક્મનુ સંચાલન કરેલ હતુ.

Previous articleસરકારે બનાવેલા નવા ફલેટોમાં પાણીના કકળાટથી કર્મચારીઓ પરેશાન
Next articleવલ્લભીપુરમાં તળપદા કોળી સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો