ભાંકોદર ગામે સ્વાઈ એનર્જી સામે ચાલતા આંદોલનની મુલાકાતે હીરાભાઈ

1061

જાફરાબાદના ભાંકોદર, વારાહસ્વરૂપ, બાબરકોટ, વાંઢ, મીતીયાળ તેમજ કોવાયા સહિતના ખેડૂતોએ ભાકોદર ગામની હદમાં આવેલ સ્વાઈ એનર્જી કંપની સામે ગામ લોકોને કાયમી રોજગારી તેમજ કંપનીમાં વાહનો તેમજ અન્ય કામો માટે આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં ૮ દિવસ પહેલા વગર પરમીશને શરૂ કરેલ આંદોલનમાં તમામની ધરપકડ કરી બાદમાં છોડી મુકાયા હતા વળી ૪ દિવસ પહેલા આંદોલન પર બેઠવા તંત્રની મંજુરી મેળવી ત્રણ દિવસ પર શરૂ થયેલ આંદોલન છાવણીમાં તાબડ તોબ એક પછી એક રાજકીય આગેવાનો જશ અને મત બેંક માટે દોડી ગયા હતા જેમાં સ્થાનિક રાજકીય આગેવાનોને ફરજ પણ પડતી હશે તે માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, પ્રવિણભાઈ બારૈયા અને પીપાવાવના આંદોલનકારી આગેવાનો પણ દોડી આવ્યા ત્યારે ગાંધીનગર ભાજપ કોર કમિટિની મહત્વપુર્ણ બેઠકમાં હીરાભાઈ હોય તેનું ગાંધીનગરનું કામ વહેલું નીપટાવી તાબડતોબ ભાંકોદર ઉપવાસ છાવણીમાં પહોંચી સર્વો પોતાના ભાઈઓની વેદના સાંભળી હિરાભાઈ કહેલ કે આપડા એક દમ ગણાતા જિલ્લામાં પછાત જાફરાબાદ તાલુકામાં આવેલ કંપનીઓ આવકાર્ય છે.  કારણ કંપનીઓ હશે તો આપડા વીસ્તારને વિકાસના પંથે લઈ જશે પણ સાથે સાથે દરેક કંપનીઓએ જે તે ગામમાં પાયા નાખ્યા છે તે ગામ સહિત આજુબાજુના તમામ ગામોની જનતાના વિકાસ માટે રોજી રોટી કંપનીઓએ આપી સારી છાપ ઉભી કરવી અનિવાર્ય છે બાકી લોકોના આંદોલન વ્યાજબી છે પણ અમુક કહેવાતા રાજકીય આગેવાનો આ આંદોલનને અવળી દિશામાં લઈ જઈ પોતાના અંગત સાથે લોકોને અવળે માર્ગે ચડાવી કંપની સામે સમાધાન નહી પણ માત્રને માત્ર વિરોધ કરાવી કંપની અને ગામ લોકોને આમને સામને લાવવામાં જ રસ છે જેનાથી કહી સમાધાન ન થાય. પોલીસ આવે આંદોલનમાં બેઠેલા તમામને પકડીને લઈ જાય પોલીસ સાથે ગામ લોકોને વેમનસ્ય થાય આ બધા કારણો રાજકીય સ્ટંટ હોય છે. આ તમારી તમામ વિગતોના ગામ લોકોના ન્યાય માટેની શરજુઆત ગાંધીનગર કરીશ પણ અવળે માર્ગ ચડાવતા લોકોનથી ચેતો. ત્યારે ભાંકોદર ગામના જ વતની પુર્વ જિલ્લા આરોગ્ય ચેરમેન પુનાભાઈ ભીલ હાલના જીલ્લા પંચાયતના સદસ્ય પણ એજ વાત કરી કે મારૂ ગામ ભાંકોદર હોય મારા ગામમાં સ્વાઈ એનર્જી કંપની પડી હોય ત્યારે અમો કંપનીને હૃદયથી આવકારીએ છીએ જે આજુબાજુના ગામો અને તાલુકાનો વિકાસ ધંધારોજગારીથી જ થશે પણ કંપનીના અમુક અધિકારીઓની જીદના કારણે ગામ લોકોને આંદોલનની ફરજ પડી છે.  કંપનીના જવાબદાર અધિકારી ધાધલ સાથે ફોન દ્વારા લેવાયેલ ન્િોદનમાં કહેલ કે અમો આ આંદોલનના સમાધાનમાં ગામ લોકોએ જે જાન દેગે જમીન નહીં દેગેના બેનર લાગડી દીધા છે. તો અમોએ ભાંકોદરની સરકારી જમીન અમોને કલેકટર દ્વારા મળેલ હોય પણ ગામના વિકાસ માટે અમારી નૈતિક ફરજ પણ આવે છે કે ગામ આજુબાજુના ગામોનો પણ વિકાસ થાય એમાં જ માનીએ છીએ પણ બહારથી આવેલ કહેવાતા નેતાઓ ગામ અને આજુબાજુના ગામ લોકોને ભડકાવી કંપની સામે આમને સામને લાવી દેવામાં રસ હોય છે અને ભવિષ્યમાં કંપનીને અને ગામ લોકોને જીંદગી પર્યત રહેવાનું છે.