ઓમ સેવા ધામે ૧૦૮ બાળકૃષ્ણ સાથે વડીલો બન્યા ભાવ વિભોર

1002

વડીલોના દ્વારા કૃષ્ણ પધારો કાર્યક્રમ અંતર્ગત ભાવનગરની ઓમ સેવાધામ સંસ્થા કે જયાં નિઃસહાય વડીલો રહે ત્યાં ૧૦૮ બાળકો ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરી આવ્યા હતાં.

ઓમ સેવાધામ સંસ્થામાં ૧૦૮ બાળકો ભગવાન કૃષ્ણના રૂપમાં આવતા સૌ કોઈ આનંદીત થઈ ઉઠ્યા હતાં. શ્રેષ્ઠ ક્રિષ્ના બનેલ બાળકોને એવોર્ડ અને ઈનામો આપી સન્માનીત કરાયા હતાં, તેમજ દરેક બાળકને પ્રોત્સાહિત ઈનામો અપાયા હતાં.

બાળકો અને વડિલોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેકટર અંકિતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમના પરિવાર તરફથી દરેક બાળકોને ઈનામો અપાયા હતાં. જયારે અતિથિ વિશેષ તરીકે ખોડીયાર પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજય ગીરબરામબાપુ સ્વામી રામચંદ્રદાસજીબાપુ (તપસીબાપુની વાડી), મેયર, ડેપ્યુટી મેયર, આધ્યામિક ગુરૂ શૈલેષદાદા પંડિત ઉપસ્થિત રહ્યા હતાં. તેમના હસ્તે ઈનામો વિતરણ કરાયા હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા ઓમ સેવાધામ સંસ્થાના પ્રમુખ વિજય કંડોલિયા, અમીબેન મહેતા, વર્ષાબેન ગોહિલ, પીયુષ સીધવડ, બીપીનભાઈ ઝાલા, હેતલબેન કંડોલિયા સહિતના ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleઆંતર કોલેજ સેપેકટેકરાવ ગેઈમ્સમાં ચેમ્પિયન બનતી તક્ષશીલા કોલેજ
Next articleસનાતન પ્રા. શાળા, બાલમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની થયેલી ઉજવણી