યુનિચાર્મ કંપનીએ સાણંદમાં સૌથી મોટું ઉતપાદન શરૂ કર્યુ

883

અગ્રણી ડિસ્પોઝેબલ હાઈજિન ઉત્પાદક યુનિચાર્મ ઈન્ડિયા પ્રા. લિ.એ આજે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર સાણંદમાં તેના સૌથી મોટા ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદન એકમ ૩,૦૦,૦૦૦ ચો. મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તે ભારતમાં યુનિચાર્મના લોકપ્રિય ઉત્પાદનો – મમીપોકો, સોફી અને લિફ્રીની વધી રહેલી માગ પૂરી કરવા સક્ષમ બનશે અને તેનો પુરવઠો પૂરો પાડશે.ભારતીય બજાર ઉપરાંત મહત્વના ૪-૫ વૈશ્વિક બજારોમાં ઉત્પાદનોની નિકાસ માટે પણ આ એકમનો ઉપયોગ કરાશે. યુનિચાર્મે તેના ઉત્પાદનોના કાચા માલ માટે ભારતીય સપ્લાયર્સ સાથે કરાર કરી લીધા છે. ભારતમાં સ્વચ્છતા ઉત્પાદનોની કેટેગરીમાં બ્રાન્ડ નંબર-૧ બનવા અને તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ આ જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રસંગે યુનિચાર્મના વૈશ્વિક સીઈઓ ટકાહિસા ટકાહારાએ જણાવ્યું હતું કે, ‘ભારત અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને છેલ્લા ૧૦ વર્ષમાં અમને અહીં જે પ્રેમ મળ્યો છે તે અસાધારણ છે. અમારી નોલા એન્ડ ડોલા ફિલસૂફીના આધારે અમારી ટીમ ગ્રાહકોની જરૂરિયાતને સમજીને ઉત્પાદનો વિકસાવવા સક્ષમ બની છે અને જાપાનીસ ગુણવત્તા અને અનુભવની મદદથી શ્રેષ્ઠ સ્વચ્છતા ઉત્પાદનો લઈ આવી છે. દેશમાં અમારી કામગીરી અને કંપનીના વિસ્તરણના ૧૦ વર્ષ પૂરા થવાનું આ મહત્વપૂર્ણ સિમાચિહ્ન સર કરતાં હું ખૂબ જ રોમાંચ અનુભવું છું.’

યુનિચાર્મ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કેનજી ટકાકુએ જણાવ્યું હતું કે, ‘આ ઐતિહાસિક કાર્યક્રમના ભાગ બનવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમદાવાદમાં અમારો પ્લાન્ટ શરૂ કરવા સાથે અમે ભારત પ્રત્યેની અમારી કટીબદ્ધતાઓને નવી ઊંચાઈ લઈ જઈએ છીએ. અમે ભારતીય સમાજના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે પણ સમર્પિત છીએ અને અમારો આશય ભારતમાં ગ્રાહકોને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાનો છે. અમારા ઉત્પાદન એકમના વિસ્તરણથી દેશમાં સ્થાનિક સોર્સિંગ અને રોજગારી સર્જન માટેના દરવાજા પણ ખુલશે. અમારા ભાગીદારો અને ગ્રાહકો અમારા આ અસાધારણ પ્રવાસના એકીકૃત ભાગ છે અને અમે તેમના આ પ્રેમ અને સહયોગ માટે આભારી છીએ.’

Previous articleરાજેશ્રી પોલીપેકના આઈપીઓ ૧૦ સપ્ટેમ્બરે ખુલશે
Next articleઘોઘા ખાતે ડ્રેનજ લાઈનનું ખાત મર્હુત