એથલિટ પીટી ઉષા પર ફિલ્મ  કરવા પ્રિયંકા ચોપડા સુસજ્જ

1396

સલમાન ખાનની સાથે  ભારત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે પ્રિયંકા ચોપડા કેટલીક નવી હિન્દી ફિલ્મ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે એથલિટ પીટી ઉષા પર બનનાર ફિલ્મમાં કામ કરી શકે છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા ચોપડા પહેલા  બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં  કરી ચુકી છે. ફિલ્મમાં તે પીટી ઉષાની ભૂમિકા અદા કરનાર છે. પીટી ઉષાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. પ્રિયંકા પોતાની કેરિયરમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહી છે. રિપોર્ટસ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે પીટી ઉષાના રોલમાં કામ કરવા માટે તૈયાર છે. મેકર્સ પ્રિયંકા ચોપડાને ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે. અહેવાલ એવા પણ છે કે બેવોચની સ્ટાર અભિનેત્રી ઉપરાંત ફિલ્મમાં લોકપ્રિય સંગીતકાર એઆર રહેમાન પણ પ્રિયંકાનો સંપર્ક કરી ચુક્યા છે. જો કે રહેમાન અને પ્રિયંકા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ ફિલ્મનુ નિર્દેશન રેવતી એસ વર્મા કરનાર છે. જે અનેક હિટ ફિલ્મમાં કામ કરી ચુકી છે. રેવતી તમિળ અને મલયાલમ ફિલ્મમાં સુપરહિટ અભિનેત્રી તરીકે વિતેલા વર્ષોમાં રહી ચુકી છે. ફિલ્મને હિન્દી ઉપરાંત ઇંગ્લિશ, ચાઇનીઝ અને રશિયન ભાષામાં પણ તૈયાર કરવામાં આવનાર છે. પ્રિયંકા ચોપડા હાલમાં બોલિવુડમાં ઓછી અને હોલિવુડમાં વધારે સક્રિય દેખાઇ રહી છે. તે ફિલ્મને લઇને તમામ તૈયારી કરવા લાગી ગઇ છે. તે ક્વાન્ટિકો નામના અમેરિકન શોના કારણે સમગ્ર દુનિયામાં જાણીતી થઇ છે. સલમાન ખાનની સાથે  ભારત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે પ્રિયંકા ચોપડા કેટલીક નવી હિન્દી ફિલ્મ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે એથલિટ પીટી ઉષા પર બનનાર ફિલ્મમાં કામ કરી શકે છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા ચોપડા પહેલા  બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં  કરી ચુકી છે. ફિલ્મમાં તે પીટી ઉષાની ભૂમિકા અદા કરનાર છે. પીટી ઉષાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. પ્રિયંકા પોતાની કેરિયરમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહી છે. રિપોર્ટસ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે પીટી ઉષાના રોલમાં કામ કરવા માટે તૈયાર છે. મેકર્સ પ્રિયંકા ચોપડાને ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે.