નક્સલવાદીઓ પર સૌથી મોટુ ઓપરેશન હાથ ધરવાની સરકારની તૈયારી

674

શહેરી નક્સલ પર ઉભા થયેલા વિવાદ વચ્ચે મોદી સરકાર નક્સલવાદીઓ વિરૂદ્ધ સઘન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. ઓપરેશન ગ્રીનહંટને વધારે વ્યાપક અને અસરકારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મળેલી સફળતાથી ઉત્સાહીત ગૃહમંત્રાલયે હવે સૌથી ખતરનાક નક્સલી વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચલાવવાનો નિર્ણય લીધો છે.

તે અમલમાં આવ્યા બાદ આ જ મહિને તમામ અસરગ્રસ્ત જીલ્લાઓના પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે જેથી કરીને નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશનને સારી રીતે અંજામ આપી શકાય. બેઠકની તારીખ આ સપ્તાહે જ નક્કી થશે.

Previous article‘ભારતબંધ’ને મિશ્ર પ્રતિસાદ
Next article૩૫-છની લડાઈ મોત સુધી જ લડાશે : મહેબુબા મુફ્તી