શ્રેણી હાર પર પ્રશ્ન કરાતા વિરાટ કોહલી ખુબ નારાજ

1604

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધા બાદ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેપ્ટન વિરાટ કોહલી લાલઘૂમ દેખાયો હતો. ઓવલ ક્રિકેટ ટેસ્ટ મેચમાં હાર ખાધા બાદ પત્રકાર પરિષદમાં વિરાટ કોહલી પહોંચ્યો ત્યારે સ્વાભાવિકરીતે તેને કેટલાક મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવાનો હતો પરંતુ વેધક પ્રશ્નોને લઇને વિરાટ કોહલી લાલઘૂમ થઇ ગયો હતો. એક અગ્રણી અખબારના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિરાટ કોહલી લાલઘૂમ થઇ ગયો હતો અને જવાબ આપવાના બદલે પ્રશ્નનો મારો ચલાવી દીધો હતો અને લાલઘૂમ દેખાયો હતો. વિરાટે કહ્યું હતું કે, સમગ્ર શ્રેણીમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ટક્કર આપવાના પ્રયાસ કર્યા હતા. આ ગાળા દરમિયાન ટીમ પર છેલ્લા ૧૫ વર્ષમાં શ્રેષ્ઠ ટીમ હોવાનું દબાણ હતું. છેલ્લા ૧૫ વર્ષથી સૌથી સારી ટીમ કઇ છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ભારતીય ટીમ હાલમાં ખુબ શ્રેષ્ઠ ટીમ છે. છેલ્લા ૧૫ વર્ષથી સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે વિરાટ કોહલીની ટીમને ગણવી ખુબ જ અયોગ્ય દેખાઈ રહી છે. ચાહકો ટીમની વ્યાપક ટિકા કરી રહ્યા છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, વર્તમાન ટીમ ખરાબ તબક્કામાંથી નિકળી રહી છે પરંતુ આ ટીમ ખુબ શાનદાર ટીમ છે. ટિકાકારોની ટિકાઓનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે, તેમની ટીમનો વિદેશી રેકોર્ડ છેલ્લા ૧૫-૨૦ વર્ષની ટીમની સરખામણીમાં ખુબ સારો રહ્યો છે.