સાવરકુંડલા બારોટ સમાજના બિલ્ડીંગના નિર્માણમાં દાતાઓ મન મુકીને વરસ્યા

762

સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજના વિકાસ માટે ૧૯૮૧-૮રમાં સાવરકુંડલા બારોટ સમાજના સંમેલનમાં સમાજ વાડીબ ારોટ સમાજના દાતાઓ મનુભાઈ કલાભાઈ મળી વાડીમાં ર રૂમ પણ બનાવી દીધેલ જે ર રૂમ જર્જરીત થતા સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજ પ્રમુખ, ઉપપ્રમુખ અને બારોટ સમાજ સંગઠન કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા ફરી જહેમત ઉઠાવી ર૦૧૮માં ૧૮ થી ર૦ લાખના ખર્ચે નવ નિર્માણ વાડીમાં નવા બિલ્ડીંગનું કામ બારોટ સમાજના દાતાઓએ રૂા. ૧૦ લાખ સાવરકુંડલા બારોટ સમાજને આપી ભગીરથ સેવા કરેલ છે હજુ પણ વહીવંચા બારોટ સમાજના દાતાઓ મન મુકીને વરસતા રહે છે. અને આવા ભગીરથ કાર્યને બિરદાવતા વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ, સતીષભાઈ હીતેશભાઈ અમરૂભાઈ બારોટ પ્રેસ પ્રતિનિધિ રાજુલા બ્યુરો તેમજ રાજુલા બારોટ સમાજના દિલીપભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, કનુભાઈ સોનરાત, કિશોરભાઈ બારોટ, દાદાભાઈ બારોટ તેમજ યુવા બારોટ સમાજ દ્વારા અભિનંદન પાઠવતા કહેલ કે જો સમસ્ત બારોટ સમાજમાં સાવરકુંડલા રાજકોટ જેવું સંગઠન કરવાની સમાજના ઉત્કર્ષ માટે જરૂર છે.

Previous articleરાજ્યકક્ષાની યંગ મુંડો સ્પર્ધામાં ઢસાની હાઈ.ને ૧૦ મેડલ મળ્યા
Next articleદામનગરમાં તંત્રના પાપે મચ્છરોનો હાહાકાર બીજી બાજુ આખલાઓના રોડ પર ધામા