ડીયુએસયુ ચૂંટણી : ઈફસ્માં છબરડાના હોબાળા બાદ મત ગણતરી સ્થગિત કરાઈ

748

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ(ડ્ઢેંજીેં)ની ચૂંટણીમાં ગુરુવારે ઇવીએમમાં છબરડાં મુદ્દે થયેલા હોબાળા બાદ મત ગણતરીને સ્થગિત કરી દેવામાં આવી છે. રિપોટ્‌ર્સ મુજબ લગભગ ૬ ઇવીએમમાં છબરડાં થયા હતા, જેના પર કોંગ્રેસ સ્ટુડન્ટ વિંગ એનએસયુઆઇએ હોબાળો મચાવ્યો હતો. ત્યાબાદ યુનિવર્સિટીના વહીવટી તંત્રએ મત ગણતરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ એક ઇવીએમમાં ૧૦ નંબરના બટન પર ૪૦ મતો પડ્યા હતા, જ્યારે નોટા સહિત કુલ ૯ ઉમેદવાર જ જંગમાં હતા. જોકે આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.  ત્યાંજ એનએસયુઆઇના પ્રતિનિધીઓએ જણાવ્યું કે, અમે અધ્યક્ષ અને સચિવ પદ પર જીતી રહ્યા હતા, પરંતુ ત્યાંજ ઇવીએમમાં છબરડાં સામે આવવાના શરૂ થઇ ગયા હતા. આના પરથી સ્પષ્ટ છે કે ઇવીએમમાં છબરડાં કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીના વહીવટી તંત્રએ જણાવ્યું કે, મત ગણતરીની નવી તારિખની જાહેરાત હવે પછી કરાશે.

એનએસયુઆઇએ છબરડાના આરોપ લગાવીને પ્રદર્શન કર્યું હતું. કેટલાક પ્રદર્શનકારિઓએ કાઉન્ટિંગ સ્ટેશનનાં કાંચ પણ તોડ્યા હતા. તણાવ વધતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

ત્યારબાદ યુનિવર્સિટી વહીવટી તંત્રએ મતગણતરીને સ્થગિત કરી દીધી હતી. શરૂઆતી રાઉન્ડની મતગણતરી સુધી એનએસયુઆઇ સચિવ પદ પર આગળ ચાલી રહ્યું હતું.

ઉપાધ્યક્ષ પદ પર એબીવીપી અને સંયુક્ત સચિવ પદ પર સીવાયએસએસ-આયસા આગળ હતું. શરૂઆતમાં બધા જ પદો પર એબીવીપી આગળ ચાલી રહ્યું હતું.

Previous articleલગ્નના એક દિવસ પહેલાં દુલ્હનને છોડી છોકરા સાથે ભાગ્યો દુલ્હો..!!
Next articleઈરાક પર હુમલો થશે તો ઈરાન પર નિર્ણાયક કાર્યવાહી કરશે અમેરિકા : ટ્રમ્પ