રાજુલાના ૭ર ગામના વિકાસ માટે માત્ર રૂા. સવા કરોડ ફાળવાતા સરપંચોમાં રોષ

777

રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજરની અધ્યક્ષતા તેમજ તાલુકાના પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર જગુભાીઈ ધાખડા, કરશનભાઈ ખાનબાઈ તાલુકા સદસ્ય, જ.બે.કાછડ માધુભાઈ સહિત બહોળી સંખ્યામાં તાલુકાના ૭ર ગામના સરપંચોની બેઠક મળી જેમાં તમામ સરપંચોની હેયા વરાળ ઠાલવતા ચેરમેન ભીખાભાઈ અને પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈને કહેલ સરકારમાંથી રાજુલા તાલુકાના ૭ર ગામોમાં આયોજન બાબત અને અટીવીટી બાબતે માત્ર સવા કરોડ ફાળવેલ હોય તો ગામદીઠ વરસે ૧ાાથી ર લાખ રૂપિયામાં  વિકાસના કયા કામ કરવા? શું રોડ પાણી કે અન્યો જેવા કે આંગનવાડી પાણીના ટાંકો શું બનાવવા ? આટલા રૂપિયામાં એક શરોડ પણ બને પણ રીપેર પણ માંડ માંડ થાય તો દરેક ગામની વિકાસ બાબતે હસી ઉડાવવા જેવું થયેલ તેના માટે તમો ઉપર લેવલે રજુઆત કરો અને ત્યારે આ બેઠકના અધ્યક્ષ સ્થાને ભીખાભાઈ પીંજરે અને બળવંતભાઈ લાડુમોરે કહેલ કે જયારે અગાઉ મળેલ આયોજન બેઠકમાં પણ આ બાબતે વિરોધ કરેલ ત્યાર બાદ ફરીવાર મળેલ એટીવીટીની બેઠક ડેપ્યુટી કલેકટર ડાભીની હાજરીમાં મળેલ ત્યાર ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અને તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોરે ગંભીરતા પુર્વક તાલુકાના ૭ર ગામના વીકાસ બાબતે સરકારની ગ્રાન્ટ ૧પ વર્ષ પહેલા ૧ા સવા કરોડ હતી અને આજે પણ સવા કરોડનું ૧પ વર્ષ પછી દરેક મટીરીયલની મોંઘવારીથી કોઈ વિકાસના કામો એક ગામને ૧ાના થી ર લાખમાં ન જ થાય માટે ઓછામાં ઓછા એક ગામના વીકાસ માટે વર્ષે પાંચ લાખ પણ મોંઘવારી હિસાબે ઓછા પડે અમોને થયેલ ભારોભાર અન્યાય બાબતે ગત તા. ૧૧-૯-ર૦૧૮ની બેઠકમાં તમામ ૭ર ગામના સરપંચોની સહી ઝુંબેશ શરૂ કરાઈ છે અને ૭ર ગામના સરપંચોની સહીઓ સહિત વિનંતી પત્ર કલેકટર, ડેપ્યુટી કલેકટર ડાભી  થ્રી મુખ્ય્મંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરાશે.

Previous articleતળાજા જયજનની વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના
Next articleજનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ વિપક્ષ દ્વારા કરાઈ રહ્યા છે : મોદી