જાફરાબાદના મીતીયાળા ગામે વિજપોલ પર કામ કરી રહેલ કર્મચારીનું શોક લાગતા મોત

1117

રાજુલાના પીજીવીસીએલના અધિકારી નીનામાની ઘોર બેદરકારીથી જાફરાબાદના મીતીયાળા ગામના કોળી યુવાન ચંદુભાઈ મોહનભાઈ શીયાળ (ઉ.વ.રર)નું થાંભલે ઈલેટ્રીક કામ કરવા મોકલેલ પણ લાઈન ચાલુ થઈ જવાથી શોર્ટ લાગતા થાંભલે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

થાંભલે કામ કરવા ચડેલ ચંદુભાઈ મોહનભાઈના નાનાભાઈ અશોક મોહનભાઈ તેમજ મરનાર ચંદુભાઈના કાકા મુકેશભાઈ લાખાભાઈ અને નવા આગરીયાના ગામ આગેવાનો દ્વારા બળી ગયેલ લાશને જોળી મારફતે ઉતારવા ઈલેકટ્રીકલાઈન બંધ કરાવી મહા મહેનતે નીચે ઉતારેલ અને તે મરનાર ચંદુભાઈની ડેડ બોડીને રાજુલા હોસ્પિટલે લાવવા તેનું પી.એમ. કરાવવા તેમજ પોલીસ ફરિયાદ જેવા  કામોમાં હીરાભાઈ સોલંકીની ટીમમાં કાનભાઈ જીલુભાઈ બારૈયા મીતીયાળા ગામના સરપંચ ચંદુભાઈ બાંભણીયા, બાબરકોટના કોળી સમાજ અગ્રણી હરેશભાઈ મકવાણા, મધુભાઈ ભાંકોદર બાલાભાઈ સહિત કોળી સમાજના બહોળી સંખયામાં આગેવાનો હોસ્પિટલે દોડી જઈ તમામ કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં રાજુલા પોલીસ મથકના પી.આઈ. યુ.ડી.જાડેજાના માર્ગદર્શનથી પોલીસ ટીમ નવા અગરીયા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરેલ તેમજ આ બાબતે ફરિયાદી ચંદુભાઈ વેલાભાઈ વાજા મીતીયાળા વાળાએ તમામ વિગતસર જીઈબીના અધિકારીની ધોર બેદરકારીથી મૌત થયેલની વિગતો લખાવેલ.