લવ સોનિયાને પ્રથમ દિવસે આશાસ્પદ પ્રતિસાદ નહીં જ

969

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડાની નવી ફિલ્મ લવ સોનિયા આજે રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ ફિલ્મને અપેક્ષા મુજબની સફળતા મળી ન હતી. સવારના શોમાં ચાહકો ફિલ્મને લઇને ઉત્સુક દેખાયા ન હતા. જો કે ફિલ્મ સફળ થશે તેવો દાવો ફિલ્મની મુખ્ય અભિનેત્રી રિચા ચડ્ડા દ્વારા કરવામાં આવ્યો છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તમામ કલાકારોએ દમદાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં હોલિવુડ સ્ટાર અભિનેત્રી ફ્રિડા પિન્ટુ પણ કામ કરી રહી છે. ફિલ્મમાં કેટલીક નવી અભિનેત્રીઓને પણ લેવામાં આવી છે. લોકોને છેલ્લે સુધી પકડી રાખે તેવી આ ફિલ્મ છે.

માનવ તસ્કરી પર આધારિત આ ફિલ્મ સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરાવી રહી છે.  નિર્દેશક તબરેજ નુરાની દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.  લવ સોનિયામાં પ્રમુખ ભૂમિકા અદા કરી રહેલી રિચાએ કહ્યુ છે કે ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. ફિલ્મ સમાજને એક એવા વિષયથી વાકેફ કરાવશે જે કડવી વાસ્તવિકતા તરીકે છે.