ગાંધીનગર જિલ્લામાં ૧૫૦થી વધુ સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલ

1072

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી મનાવાય છે. આ દિવસે ગણેશજીનો જન્મ થયો હોવાનુ માનવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૫૦ જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમથી બાપાનુ સ્થાપન કરાયુ હતુ. ત્યારે પર્યાવરણને નુકશાન થતુ રોકવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનુ સ્થાપન ઘરમાં કરાયુ હતુ.

ભક્તોએ શુભ મૂહુર્તમાં ડીજેના તાલે વાજતે ગાજતે બાપાને બેસાડીને પૂજા અર્ચના કરી હતી. ગણેશ ચોથના દિવસે શહેરભરમાં વહેલી સવારથી દુંદાળા દેવનુ સ્થાપન કરવામાં આવતુ હતુ. ડીજેના તાલે ભક્તો નાચ ગાન કરતા જોવા મળતા હતા. શોભાયાત્રા કાઢવામાં આવતી હતી. તો ક્યાંક રાસ ગરબા પણ જોવા મળતા હતા. શહેર સહિત કલોલ, માણસા અને દહેગામમાં ૧૫૦ પ઼ડાલ નાખવામાં આવ્યા છે. જેમાં બાપાને બિરાજમાન કરી પૂજા કરાતી હતી. ગણેશ ચતુર્થીમાં સેક્ટર ૨૨ સાર્વજનિક ગણેશ મહોત્સવ સતત ૪૯માં વર્ષે દુંદાળા દેવનુ સ્થાપન કરશે. ત્યારે સેક્ટર ૪માંથી સેક્ટર ૨૨ રંગમંચ સુધી ડીજેના તાલે શોભાયાત્રા લઇને દાદાનુ સ્થાપન કરાશે.

જ્યારે શહેરના સેક્ટર ૫, સેક્ટર ૩ડી, સેક્ટર ૩ન્યુ, સેક્ટર ૨૪, સેક્ટર ૧૬ સોમનાથ મહાદેવ સહિત માણસા, કલોલ અને દહેગામાં વિઘ્‌નહર્તાનુ સ્થાપન કરવામાં આવશે. તમામ પંડાલમાં રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે. રાસ ગરબા, ડાયરો અને સત્સંગની સરવાણી વહેતી કરવામાં આવશે. શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે બાપાનુ સ્થાપન કરાયુ હતુ.  શહેરમાં ભગવાન ગણેશની સ્થાપના કરાઈ હતી સેક્ટર ૨૦માં જય માતાજી મિત્ર મંડળ દ્વારા ગણેશનીે સ્થાપના કરવામાં આવી હતી.

ગણેશ ચર્તુથીના પાવન દિવસે શહેરના બારોટવાડા, ઉગમણાવાસ, અમીનવાડા, ચંદનવાસ, સરદાર શોપિંગ સેન્ટર, ગજાનંદ સર્વોદય ટ્રસ્ટ દ્વારા સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, વલ્લભપાર્ક, સ્ટેશન રોડ, પંકજ સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી સહિત જુદા જુદા મહોલ્લા અને વિવિધ સોસાયટીમાં શુભમૂર્હૂતમાં ગણપતિ બાપ્પા મોરિયાના ગગન ભેદી નારા સાથે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને નગરમાં ગણપતિનો જયઘોષ થયો હતો.