માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો એક મોટી ભૂલ હતી : સીબીઆઈ

971

ભાગેડુ લિકર વેપારી વિજય માલ્યાના દેશ છોડવા વિશે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા એક મોટી ભૂલ હતી. ત્યારે નોટિસમાં માલ્યાની અટકાયતના બદલામાં ચેતવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેથી માલ્યા દેશ છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો.

લુકઆઉટ નોટિસમાં ફેરફાર કરવાનું કારણ એ હતું કે, તે સમયે માલ્યા તપાસમાં સહકાર આપતો હતો અને તેના વિરુદ્ધ કોઈ વોરંટ નહતું. ત્રણ વર્ષ પછી આ વિવાદ ફરી સામે આવતા સીબીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, પહેલી લુકઆઉટ નોટીસ ૧૨ ઓક્ટોબર ૨૦૧૫માં જાહેર કરવામાં આવી હતી અને ત્યારે માલ્યા વિદેશમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે, માલ્યાના પરત આવવાથી બ્યૂરો ઓફ ઈમીગ્રેશને સીબીઆઈને પૂછ્યું હતું કે, શું માલ્યાની અટકાયત કરવી જોઈએ? જેવું કે એલઓસીમાં કહેવામાં આવ્યું છે. ત્યારે સીબીઆઈએ કહ્યું હતું કે, માલ્યાની ધરપકડ કે અટકાયત કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તે એક સાંસદ છે. તેના વિરુદ્ધ વોરંટ પણ નથી. એજન્સી માત્ર માલ્યાના સ્થળાંતર વિશેની માહિતી મેળવવા ઈચ્છે છે.