યુએસ : ક્લોરેન્સ વાવાઝોડામાં મોટેલ ધરાશાયી, ૬૦ લોકોનો બચાવ : ૪ લાખ ઘરોમાં વિજળી ઠપ્પ

947

અમેરિકામાં ગુરૂવારે ૧૪૪ કિમી/કલાકની ઝડપે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે સમુદ્રમાં ૧૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને હાલ ૧૫૦ લોકો તોફાનમાં ફસાયેલા છે. રેસ્ક્યૂ ટીમે ન્યૂબર્નમાં ફસાયેલા આ તમામ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. કૂલિન રોબર્ટ નામના અધિકારીએ જણાવ્યું કે, વાવાઝોડાંના કારણે હજુ વધુ ઊંચા મોજા ઉછળી શકે છે. નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)ના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ત્રાટકેલા વાવાઝોડાંમાં અહીંની ન્યૂસ નદીનું સ્તર એક જ રાતમાં ૧૧ ફૂટ વધી ગયું છે. રેસ્ક્યૂ ટીમે હવે લોકોને પોતાના ઘરો છોડવાની મનાઇ કરી છે. કેરોલિના ઇસ્ટ કોસ્ટમાં ૫૪ લાખથી વધુ લોકોના મકાનો છે, તેમાંથી કેટલાંક ચેતવણી છતાં સ્થળાંતર નથી કરી રહ્યા. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિના ઉપરાંત વર્જિનિયામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ફેડરલ સરકાર ફ્લોરેન્સ માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ફ્લોરેન્સ એટલાન્ટિકમાં વાવાઝોડાંના ત્રણ સ્વરૂપોમાંથી સૌથી ખતરનાક છે. ગુરૂવારે મોડી રાત્રે કેરોલિનામાં ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. અમેરિકાની વેબસાઇટ વેધર મોડલ્સના અનુમાન અનુસાર, આગામી અઠવાડિયે માત્ર કેરોલિનામાં જ ૩૮ લાખ કરોડ લીટર પાણી ભરાવાની શક્યતાઓ છે.

વાવાઝોડાંની તીવ્રતામાં શુક્રવારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં ઓથોરિટીએ કેરોલિનાના મોટાંભાગના વિસ્તારોમાં જોખમી અસરો હોવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે. ફ્લોરેન્સ વાવાઝોડાંમાં ભારે પવનના કારણે ૧૫૦,૦૦૦થી વધુ મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Previous articleમાલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો એક મોટી ભૂલ હતી : સીબીઆઈ
Next articleઅમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઈપ લીકેજથી બ્લાસ્ટ : ૧નું મોત,છ ઘાયલ