કોરોનાએ ફરી માથું ઉંચક્યું, ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ કેસ, ૧,૨૫૮ના મોત

285

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
દેશમાં કોરોનાના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦,૦૪૦ કેસ નોંધાયા હતા જેને પગલે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૨,૩૩,૧૮૩ થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે સક્રિય કેસો ઘટીને ૫,૮૬,૪૦૩ નોંધાયા છે. દેશમાં વધુ ૧,૨૫૮ દર્દીના મોત થયા હતા જેને પગલે કુલ મૃત્યુઆંક ૩,૯૫,૭૫૧ થયો હતો. દેશમાં સક્રિય કેસો કુલ કેસ લોડના ૧.૯૪ ટકા રહ્યા છે.કોરોનાના કુલ કેસની તુલનાએ સતત ૪૫માં દિવસે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. અત્યાર સુધીમાં કુલ ૨,૯૨,૫૧,૦૨૯ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. રિકવરી રેટ પણ વધીને ૯૬.૭૫ ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર ઘટીને ૨.૯૧ ટકા રહ્યો હતો. કેન્દ્રીય મંત્રાલયના મતે દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૮૨ ટકા રહ્યો હતો જે સળંગ ૨૦માં દિવસે પાંચ ટકાથી નીચે રહ્યો હતો. વિતેલા એક દિવસમાં ૬૪.૨૫ લાખ દર્દીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ દેશમાં કુલ ૩૨.૧૭ કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે દેશમાં ૧૭,૪૫,૮૦૯ ટેસ્ટ હાથ ધરાયા હતા. કુલ ટેસ્ટનો આંકડો ૪૦,૧૮,૧૧,૮૯૨ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩,૯૫,૭૫૧ થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં ૧,૨૦,૮૮૧, કર્ણાટકમાં ૩૪,૬૫૪, તામિલનાડુમાં ૩૨,૧૯૯, દિલ્હીમાં ૨૪,૯૬૧, ઉત્તર પ્રદેશમાં ૨૨,૪૪૩, પશ્ચિમ બંગાળમાં ૧૭,૫૮૩, પંજાબમાં ૧૫,૯૭૯ અને છત્તીસગઢમાં ૧૩,૪૨૭ દર્દીનો સમાવેશ થાય છે.