પેપર અને પસ્તીમાંથી બનાવેલા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

949

ગણેશ ઉત્સવનાં પર્વની ધામધૂમપૂર્વક સમગ્ર સુરત શહેરમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ઘણાં બધાં યુવક મંડળો અવનવાં પ્રયોગો દ્વારા સામાજીક સંદેશો પાઠવતાં હોય છે.ત્યારે આ ગણેશોત્સવમાં આવો જ એક સફળ પ્રયોગ પ્રજાપતિ સમાજનાં યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ કતારગામમાં આવેલી અવધૂત નગર સોસાયટી-શેરી નં ૨ નાં અવધૂત યુવા મંડળ અને શેરી ના રહીશો એ ન્યૂઝપેપર અને પસ્તીનાં પેપર માંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશપ્રતિમા બનાવી છે.આ સોસાયટીનાં રહીશ અને અવધુત યુવા મંડળના સભ્ય એવા  નિલેશભાઈ વરીયા અને જીગ્નેશભાઇ તરસરીયા તેમજ હર્ષદભાઇ ઘોઘારી જણાવે છે કે, અમારું આ અવધૂત યુવા મંડળ સાત વર્ષ થી તાપી બચાવો અભિયાન ચલાવી રહેલ છે અને તે અંતર્ગત અમે વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજી ની પ્રતિમા બનાવતા આવ્યા છઇ અને આ ૨૦૧૮ ના વર્ષે પણ તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા તથા પ્રધાનમંત્રીજી નાં સ્વચ્છ ભારતનાં મિશનનાં ભાગરુપે અમે ન્યૂઝપેપર અને પસ્તીનાં પેપરમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમા બનાવી છે અને આ પ્રતિમાનું વિસર્જન પણ ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિ દ્વારા જ કરવામાં આવશે.આવા મિત્રમંડળોનાં અભિનંદનને લાયક કાર્યોને લીધે જ હાલમાં ગણેશઉત્સવની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે.