ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડનો આઈપીઓ ર૪મીએ ખુલશે

638

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેએ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ રોકડ માટે રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી પ્રમોટર ભારતનાં રાષ્ટ્રપતિએ ઇક્વિટી શેર દીઠ કિંમતનાં ૨૯,૨૧૦,૭૬૦ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર રજૂ કરી છે.

ઓફરમાં લાયકાત ધરાવતાં કર્મચારીઓનાં સબસ્ક્રિપ્શન માટે ૫૭૨,૭૬૦ ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન સામેલ છે. કર્મચારીઓનાં અનામત હિસ્સા સિવાયની ઓફર નેટ ઓફર કે ચોખ્ખી ઓફર ગણાય છે. ઓફર પછી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી મૂડીમાં ઓફર અને નેટ ઓફરનો હિસ્સો અનુક્રમે ૨૫.૫૦ ટકા અને ૨૫.૦૦ ટકા હશે. બિડ/ઓફરનો ગાળો ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે. રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ ને ઓફર થયેલી ઓફર પ્રાઇસ પર ઇક્વિટી શેરદીઠ રૂ. ૫નું ડિસ્કાઉન્ડ મળી શકશે અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતાં કર્મચારીઓને ઓફર થયેલા ઇક્વિટી શેરની ઓફર પ્રાઇસ પર રૂ. ૫નું ડિસ્કાઉન્ટ મળી શકશે.  ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૧૫થી રૂ. ૧૧૮ છે. બિડ લઘુતમ ૧૨૦ ઇક્વિટી શેર માટે અને પછી ૧૨૦ શેરનાં ગુણાંકમાં થઈ શકશે.  ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.  ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે.

Previous articleમહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું
Next articleકુંભારિયા શાળામાં અભિનય સ્પર્ધા યોજાઈ