વાધનગરની સીમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

1210

મહુવાના વાધનગર ગામની સીમમાં મહુવા પોલીસે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની રર પેટી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જયારે બે શખ્સો નાસી છુટયા હતાં.

પ્રાપ્ત વિગત મુજબ મહુવાના વાધનગરની સીમમાં મહુવા પોલીસ મથકના ડી.સ્ટાફે પુર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની પેટી નંગ રર કિ.રૂા. ૭૯,ર૦૦ અને બાઈક મળી રૂા. ૯૯,ર૦૦ના મુદ્દામાલ સાથે ભાવેશ મનસુખભાઈ બારૈયા રે. ખોખરા પ્લોટ મહુવાને ઝડપી લીધો હતો. ભારે રેડ દરમ્યાન મનીષ પ્રાગજીભાઈ રે. જગજીવન સોસાયટી અને રાકો સોલંકી રે. કુંભારવાડા મહુવા ખાતે નાસી છુટયો હતો. બનાવમાં મહુવા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ પોહી. મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે નિદાન કેમ્પ
Next articleGPSC, PSI નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે