યુકેમાં ૧૪૪ કિમી પ્રતિ કલાકની ઝડપે અલી વાવાઝોડું ત્રાટક્યું

746

યુકેમાં આજે ૧૪૪ કિમી/કલાકની ઝડપે અલી વાવાઝોડું ત્રાટક્યું હતું અને ૮૭,૦૦૦ મકાનોમાં વીજ પુરવઠો ઠપ થયો છે. યુકે અને આયર્લેન્ડમાં વાવાઝોડાંના કારણે યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાંમાં એક બ્રિટિશ ટૂરિસ્ટનું મોત થયું છે. ૫૦ વર્ષીય આ મહિલા પર ક્લિફડેનના કો ગાલ્વેમાં ભેખડ ધસી પડતાં તેનું મોત થયું હતું. આયર્લેન્ડમાં ૫૫,૦૦૦ જ્યારે નોર્થ આયર્લેન્ડમાં ૩૨,૦૦૦ મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુવરઠો ખોરવાયો છે.

નોર્થ આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને સાઉથ સ્કોટલેન્ડના નોર્થ પાર્ટમાં વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ પ્રકારે બ્રિટનમાં કુલ ૧ લાખ ૭૨,૦૦૦ મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે લોકોને મુસાફરી નહીં કરવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કારણ કે, વાવાઝોડાંના કારણે ભારે પવનથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં ૧૪૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનની તીવ્રતા એટલી વધારે છે કે, મકાનોની છત પર ટાઇલ્સ પણ ઉડી રહી છે.

આવતીકાલે ગુરૂવાર સુધી પવનની તીવ્રતામાં ઓર વધારો થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ અુસાર, સ્કોટલેન્ડમાં વેસ્ટ તરફથી આવતા ભારે પવનથી વધુ નુકસાન થવાની શક્યતાઓ છે. અહીં વધુ સંખ્યામાં બ્રિજ બનાવેલા છે, જેથી ભારે પવનના કારણે બ્રિજને નુકસાન થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

નોર્થ સ્કોટલેન્ડ સિવાયના અન્ય ભાગો ઉપરાંત યોર્કશાયર અને નોર્થ વેલ્સમાં ૯૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે અહીં યલો વેધર વોર્નિંગ જાહેર કરાવમાં આવી છે. અહીં મોટાં પ્રમાણમાં બિલ્ડિંગોને નુકસાન થવાની શક્યતાઓ છે. આ સિવાય મોટાંભાગના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

Previous articleએનઆરસી : દાવા-વાંધાઓ સ્વીકારવા માટેનો હુકમ થયો
Next articleભવ્ય રામ મંદિરનું નિર્માણ જરૂરી છે : મોહન ભાગવત