ચાવડીગેટ વિસ્તારમાં ભાડુઆતોના ઘર ખાલી કરાવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો

774

શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં ભાડુઆત પાસેથી જગ્યા ખાલી કરાવવા મુદ્દે  ભાડુઆતો તથા જગ્યા માલિક વચ્ચે ચડભડ થતા મહિલાઓએ છાજીયા લઈ ભારે રોષ વ્યકત કર્યો હતો અને રામચંદ્રદાસજીના ફોટાને આગ ચાંપી સુત્રોચ્ચાર કર્યા હતાં. ચાવડીગેટ વિસ્તારમાં આવેલ તપસ્વી બાવાના ડેલામાં રાજાશાહી કાળથી કેટલાક કુટુંબો ભાડુઆત તરીકે રહે છે. આ જગ્યાને માલિક દ્વારા વેચવાની પેરવી હાથ ધરી ભાડુઆતોના ઘર ખાલી કરાવતા જગ્યાના મહંત રામચંદ્રદાસના ફોટાને  મહિલાઓએ આગ ચાપી છાજીયા લઈ ઉગ્ર વિરોધ દૃશાવ્યો હતો. અને આ જગ્યા છોડી કયાંય નહિ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.