સિહોરમાં વરલી-મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો

1125

સિહોરના ક્રિકેટ છાપરી મેદાનમાં જાહેરમાં વરલી-મટકાના આંકડા લેતા શખ્સને એસઓજી ટીમે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે શિહોર, ક્રિકેટ છાપરી મેદાનમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ રાજુભાઇ હિમંતભાઇ ડાભી ઉ.વ.૪૨ રહે.-શિહોરવાળાને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૨ તથા રોકડ રૂપિયા ૯,૬૦૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ.

Previous articleગણપતિજીના અન્નકુટના દર્શન
Next articleકાળીયાબીડના અંજની હાઈટ્‌સ ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો