કોલેજનાં વિદ્યાર્થીનું બે મહિનાથી ચાલતુ હતું રેગીંગ, કંટાળીને પીધું ફીનાઇલ

1052

HL કોલેજની વિદ્યાર્થી સાથે રેગીંગનો મામલો સામે આવ્યો છે. ચાની કીટલી પર વિદ્યાર્થીને માર માર્યાની ઘટના હતી. તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા 2 મહિનાથી પીડિત વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી. જેને કારણે કંટાળીને તેને ગઇકાલે ફિનાઇલ પીને જીવ ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિદ્યાર્થી અમરેલીનો છે. જ્યારે રેગિંગ કરનારાઓ H.L કોલેજનો જ વિદ્યાર્થીઓ છે તેઓ થર્ડ યરમાં ભણે છે. જોકે તેમની ઓળખ હજુ સુધી થઇ નથી.

રેગિંગનો ભોગ બનનાર પીડિતનું કહેવું છે કે તેનાં માટે જાતિવાચક શબ્દો બોલીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રિન્સિપલનું નિવેદન, આ મામલે કોલેજ પ્રિન્સિપલનું કહેવું છે કે ક્યારેય પીડિત વિદ્યાર્થીએ આ અંગે ફરિયાદ કરી નથી. જો તેને ફરિયાદ કરી હોત તો આ મામલો આટલોઆગળ ન વધ્યો હોત