તળાજા પંથકમાં વિજ પ્રશ્ને ખેડૂતો વિફર્યા

764

વિજળીના ધાંધિયા સામે તળાજા પંથકમાં ખેડુતો લાલધુમ થયા હતાં. અને પીજીવીસીએલ કેચરીનો ઘેરાવ કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાલના સમયમાં સમગ્ર પંથકમાં વરસાદ ખેંચાતા ઉભા પાકને ખૂબ નુકશાન થઈ રહ્યું છે. તેની સામે પીજીવીસીએલ દ્વારા વીજળી આપવામાં ઠગાઠૈયા થતા જોવા મળે છે તેમજ અમુક જગ્યાએ વીજ ફોલ્ટ હોઈ તો તેને રિપેરીંગમાં પણ અવળ ચંડાઈ થતી હોય છે તેવી જ રીતે આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ગ્રામ્ય વીસ્તારોમાં ઉભા પાકને ખુબ જ પાણીની જરૂર હોય અને વરસાદ પણ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આજરોજ ખેડૂતોએ તળાજા પીજીવીસીએલ કચેરીમાં ૧૦૦ જેટલા ખેડુતોએ ઉગ્ર રજુઆત કરી હતી.