ગાંધીનગરના યુવાનોએ થાઈલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

797

થાઇલેન્ડમાં યોજાયેલી ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધામા ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ ગોલ્ડ મેડલ ગાંધીનગર ના બે યુવાનોએ અપાવ્યા હતા. ગાંધીનગરના પૂર્ણાંક પટેલ અને તનવીર રાણાએ ભારતનું નામ રોશન કર્યુ છે.

થાઈલેન્ડમાં યોજાયેલી આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ત્રણ દેશો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા હતી. જેમાં ફાઇનલમાં ભારતની શાનદાર જીત થઇ હતી. ભારતનું નામ રોશન કરનાર આ બંને યુવાનોનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું.

આ બંનેની સફળતા ના લીધે લોકોએ તેમજ પરિવારજનોએ તેમનું સ્વાગત કરીને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી એક રેલીનું પણ આયોજન કર્યુ હતું.

Previous articleમહેસાણામાં સ્પા સેન્ટરમાંથી ત્રણ થાઇલેન્ડની યુવતી સહિત ૫ ઝડપાયા
Next articleશહેરમાં પધારેલા ગણેશજીને આવતા વર્ષે પધારવાનું કહી વિસર્જીત કરાયા