ટ્રમ્પે મારા કાર્યકાળમાં સૌથી વધુ વિકાસ થયો કહેતા યુએનમાં હાજર બધા હસી પડ્યા..!!

616

ન્યૂયોર્કમાં યુરોપિયન યુનિયન જનરલ એસેમ્બલીમાં ભાષણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળને સૌથી શ્રેષ્ણ ગણાવ્યું તો ત્યાં હાજર પ્રતિનિધિઓ જોરથી હસી પડ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે બીજાં દેશોને વૈશ્વિકરણનો અસ્વીકાર કરવાની અપીલ પણ કરી.

ટ્રમ્પે આપેલા ભાષણમાં કહ્યું, બે વર્ષથી પણ ઓછા સમયમાં મારાં કાર્યકાળમાં જેટલી પ્રગતિ થઇ છે તેટલી અમેરિકાના ઇતિહાસમાં અન્ય કોઇ પ્રશાસનમાં નથી થઇ. આ સાંભળ્યા બાદ ચેમ્બરમાં હાજર સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો હસવા લાગ્યા. એવામાં ટ્રમ્પે કહ્યું કે, તેઓને આ પ્રકારની પ્રતિક્રિયાની આશા નહતી, તેમ છતાં ઠીક છે. અમેરિકાના પ્રેસિડન્ટ આ ભાષણ આપવા માટે ટ્રમ્પ ટાવરમાંથી નિકળી ગયા હતા, પરંતુ સમારંભમાં ઘણે મોડીથી પહોંચ્યા હતા. તેથી જ તેમના સમયે ઇક્વાડોરના પ્રેસિડન્ટે ભાષણ આપ્યું. ટ્રમ્પે પોતાના ભાષણમાં તેઓને નફરત કરતી સંસ્થાઓ અને અમેરિકન સાર્વભૌમત્વનો ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પર અમેરિકન રાજ કરે છે. અમે વૈશ્વિકરણને નકારીએ છીએ અને દેશભક્તિને આવકારીએ છીએ. ટ્રમ્પે સમારંભમાં ૩૪ મિનિટનું ભાષણ આપ્યું, જે ગત વર્ષની સરખામણીએ લાંબુ રહ્યું.

Previous articleમાલદીવમાં અંગ્રેજો વખતની મૂર્તિઓને ઈસ્લામ માટે અપમાનજનક ગણાતા તોડી
Next article૧૪ વર્ષ જૂના શારીરિક શોષણ કેસમાં અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીને સજા