પ્રેમી સાથે મળી પત્નિએ કરી પતિની હત્યા

2265

રાજુલાના ડુંગર ગામે રહેતા ભોળા ભાઈ અરજણ ભાઈ આજથી ચાર વર્ષ પહેલાં ગામ માંજ રહેતી એક કોળી યુવતી ને ભગાડી ગયેલ ત્યારે વીજપડી નજીક આવેલ વડાલ ગામનો ભરવાડ યુવક નાગજી ભાઈ તેને મદદ રૂપ થયા હતા અને બે વર્ષ દરમિયાન કોર્ટમાં લગ્ન ગ્રંથિથી જોડાયા અને લગ્ન જીવન દરમિયાન પુત્રનો જન્મ થતાંજ મ્રુતક યુવક  ભોળા ભાઈએ ગામમાં પુનઃ વસવાટ કર્યો હતો અને સુખી લગ્ન જીવન ગુજરતા હતા ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભોળા ભાઈ તેની પત્ની અને નાગજી ભાઈએ બે માસ પહેલાં રીંગણયાલાં ગામે રહેતા ભિખા ભાઈ પટેલની વાડી ભાંગ્યું કરીને રાખી હતી તે દરમિયાન ભોળા ભાઈની પત્ની કાજલ બેન  અને તેનો મિત્ર નાગજીની પ્રેમ પ્રકરણમાં આંખો મળી જતા બંને વચ્ચે રહેલ ભોળા ભાઈ રૂપી જે કાંટો નડતર રૂપ હતા તેને કાયમી માટે કાઢવા માટે થઈ ને બંને યે ભોળા ભાઈ ની હત્યા નો પ્લાન બનાવ્યો અને ભોળા ભાઈનું કાસળ કાઢવાનું નકી કર્યું અને ત્યાર બાદ પોતાના પુત્રને તેના સાસરિયામાં મૂકી આવ્યા અને ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે ભોળા ભાઈ સૂતા હતા ત્યારે કાજલ બેન અને નાગજી ભાઈ દ્વારા ભોળા ભાઈ ની ઠંડા કલેજે હત્યા કરીને ડોળીયા-કુંડળીયાના નજીક આવેલ ધોળા મામા ની જગ્યા પાસે આવેલ વાડીમાં ખાડો કરીને લાશને દાટી અને બંને પલાયન થઈ ગયા બાદ આજ રોજ વાડીમાં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે લોહી વાળું ગોદડું અને ઓશીકા સાથની વસ્તુઑ મળતાની સાથેજ કંઈક અંજુ ગતુ જણાતા સ્થાનિકો દ્વારા ડુંગર પોલીસને જાણ કરાતા પીએસઆઈ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા લિંબ ડા જાડ નજીક ખાડામાં કોહવાઈ ગયેલ હાલત માં યુવક ની લાશ મળી આવતા સ્થાનિકો ની મદદ વડે બહાર કાઢવામાં આવી હતી અને વાત વાયુ વેગે ગામ માં ફેલાતા અહીં લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને રાજુલાના પી આઈ યુ ડી જાડેજા સાહેબ અને એફ એસ એલની પણ મદદ લેવામાં આવી હતી અને લાશને ફોરેન્સિક પી એમ માટે ભાવ નગર મોકલવામાં આવી છે

આ બનાવ અંગે મ્રુતક ના ભાઈ જગદીશ ભાઈ અરજણ ભાઈ દ્વારા ડુંગર પોલીસ માં ફરિયાદ દાખલ કરવા માં આવી છે અને પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ બંને આરોપી ભાગી જવા ની ફિરાક માં હતા ત્યારે  પીપાવાવ મરીન પોલીસ ના પી એસ આઈ વિજય સિંહ પરમાર .કમલેશ ભાઈ વાઢેર .હારીત સિંહ સહિત ના સ્ટાફ ને મળેલ બાતમી આધારે ઉના માણેક વાડા એસ ટી બસ માંથી ઉના નજીક થી બંને આરોપી   નાગજી ભાઈ, કાજલ બેનની ધરપકડ કરીને ડુંગર પોલીસના હવાલે કર્યા છે.

Previous articleપીઢ અદાકાર અરવિંદ રાઠોડે પદ્મારાણીનું શ્રાધ્ધ કર્મ કર્યુ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે