ખેલમહાકુંભમાં અંડર ૧૪, અંડર ૧૭માં જે એમ ચૌધરી શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં રસ્સાખેંચ સ્પર્ધામાં અન્ડર ૧૭, ૪૫ વર્ષથી ઉપરના ભાઈઓ તથા બહેનોએ પ્રથમ નંબર મેળવ્યો છે. ખેલાડીઓ હવે જિલ્લાકક્ષાની રમતસ્પર્ધામાં ભાગ લેનાર છે. સર્વેને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે.


















