સબરીમાલા: મહિલા જજનો અલગ હતો મત

1061

કેરળના સબરીમાલા મંદિર સંબંધિત ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની પેનલે 4-1થી ચુકાદો આપતા 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી. અત્યાર સુધી આ ઉંમરની મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ મામલે પાંચ જજની બેન્ચની એકમાત્ર મહિલા જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ અલગ મત રજુ કર્યો હતો. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું કે સબરીમાલા મંદિરમાં 10-50ની ઉંમરની મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ નહીં. કોર્ટે લોકોની ધાર્મિક ભાવનાઓની કદર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ચુકાદો ફક્ત સબરીમાલા મંદિર સુધી સિમિત નહીં રહે પરંતુ તેની વ્યાપક અસર રહેશે.

કોર્ટની બંધારણીય પેનલે ચુકાદો આપતા કહ્યું કે મહિલાઓ પુરુષોથી કોઈ પણ મામલે ઉતરતી નથી. સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશ મળશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 જજોની પેનલે આ ચુકાદો આપ્યો. કોર્ટની પેનલે 4-1થી આ ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ભગવાન અયપ્પા હિન્દુ હતાં અને તેમના ભક્તોનો અલગ ધર્મ ન બનાવો. ભગવાન સાથે સંબંધ દૈહિક નિયમોથી નક્કી ન કરી શકાય. તમામ ભક્તોને મંદિરમાં જવાનો અને પૂજા કરવાનો અધિકાર છે.

કોર્ટે કહ્યું કે જ્યારે પુરુષો મંદિરમાં જઈ શકે છે તો મહિલાઓને પણ પૂજા કરવાનો અધિકાર છે. મહિલાઓને મંદિરમાં પૂજા કરતા રોકવી તે મહિલાઓની ગરીમાનું અપમાન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક બાજુ તો આપણે મહિલાઓની પૂજા કરીએ છીએ જ્યારે બીજી બાજુ તેમના ઉપર પ્રતિબંધ લગાવીએ છીએ. મહિલાઓ કોઈ પણ મામલે પુરુષો કરતા ઉતરતી નથી. સબરીમાલાના રિવાજ હિન્દુ મહિલાઓ વિરુદ્ધ છે. દૈહિક નિયમોને રોકવા એ પણ એક પ્રકારથી છૂઆછૂત છે.

સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે અને 15 વર્ષ કરતા વધારે વયની છોકરીઓ અને મહિલાઓ મંદિરમાં નથી જઈ શકતી. આ મંદિરમાં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ જ પ્રવેશ કરી શકે છે. માન્યતા છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને એટલે આવો નિયમ છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુ અયપ્પા ભગવાનના દર્શન કરવા આવી શકે છે અને બાકીનો સમય મંદિર સામાન્ય ભક્તો માટે બંધ રહે છે. ભગવાન અયપ્પાના ભક્તો માટે મકરસંક્રાતિનો દિવસ ખાસ હોય છે અને એટલે આ દિવસે સૌથી વધારે ભક્તો અહીં પહોંચે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહું હાર્ડ એન્ડ ફાસ્ટ એક્ટ્રેસ બનવા નહોતી માંગતીઃમૃગા ઉમરાણીયા