કોંગ્રેસની સરકાર બનશે તો અમે મેડ ઈન ભોપાલ, મેડ ઈન મ.પ્રદેશ મોબાઈલ બનાવીશું : રાહુલ ગાંધી

1272

ભાજપ અધ્યક્ષ અમિત શાહના રાહુલ ગાંધીએ એક મહિના જુના ટ્‌વીટ પર આકરા પ્રહાર કર્યા બાદ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાહુલ ગાંધી પર હુમલો બોલ્યા અને કહ્યું કે, કોંગ્રેસે અમેઠીમાં ૭૦ વર્ષમાં એક ચાર્જર પણ નથી બનાવી શકી.

૨ દિવસના મધ્યપ્રદેશ પ્રવાસ પર ગયેલ રાહુલ ગાંધીએ ગુરૂવારે ચિત્રકુટમાં ’મેડ ઇન ચિત્રકુટ’ની વાત કરતા કહ્યું હતું કે, ’હું એ દિવસ જોવા માંગુ છું કે જ્યારે ચીનના યુવાનો સેલ્ફી લે અને ફોનની પાછળ જોઇને વિચારે કે આ ચિત્રકુટ જગ્યા ક્યાં છે. જ્યાં આ ફોન બની રહ્યો છે’

આ પહેલા રાહુલે ૧૮ સપ્ટેમ્બરે ભોપાલના ભેલ દશેરા મેદાનમાં આયોજિત કાર્યકર્તા સંવાદમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમારા હાથમાં જે મોબાઇલ છે, તે મેડ ઇન ચાઇના છે. જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બને તો અમે મેડ ઇન ભોપાલ અને મેડ ઇન મધ્યપ્રદેશ મોબાઇલ બનાવીશું. રાહુલના મેડ ઇન ચિત્રકુટ, મેડ ઇન ભોપાલ, મેડ ઇન મધ્યપ્રદેશ અને મેડ ઇન મંદસૌરથી જોડાયેલ કેટલાક નિવેદનો બાદ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્‌વીટ કરીને તેના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મેડ ઇન મધ્યપ્રદેસ મોબાઇલ, મેડ ઇન ચિત્રકુટ મોબાઇલ, મ્ૐઈન્ના મોબાઇલ, ખબર નહીં રાહુલજી ક્યાં-ક્યાં મોબાઇલ બનાવવાની ફેકટ્રી લગાવવાના છે! રાહુલજી આજે ભલે કંઇ પણ બોલી રહ્યા હોઇ, પરંતુ હકિકત એ છે કે છેલ્લા ૭૦ વર્ષમાં મેડ ઇન અમેઠી લખેલું પાતળી પિનનું ચાર્જર પણ નથી બનાવી શક્યાં.

Previous articleરાફેલ ડીલ મામલે તપાસ થવી જોઈએ : કમલ હાસન
Next articleહૈદરાબાદમાં અટલ વાજપેયીનું સ્મારક બાંધશે તેલંગણા સરકાર