રાફેલ ડીલ મામલે તપાસ થવી જોઈએ : કમલ હાસન

815

અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને રફાલ ડીલ મામલે તપાસની માગ કરી છે, કમલ હાસને કહ્યું કે, અમે કોઈના પર આરોપ નથી લગાવી રહ્યા પણ શંકા કરી રહ્યા છીએ. કમલ હાસને રફાલ ડીલ મામલે પ્રકારનું નિવેદન પહેલીવાર આપ્યું છે. રફાલ મામલે કોંગ્રેસ જેપીસી તપાસની  માગ કરી રહી છે. જેપીસીની તપાસની માગ માટે ટીડીપીએ કોંગ્રેસને સાથ આપ્યો છે. જોકે અન્ય રાજકીય પાર્ટીઓએ રફાલ મામલે જેપીસી તપાસની માગ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી.

તો રફાલ ડીલ મામલે દ્ગઝ્રઁ નેતા પ્રફુલ પટેલે ત્નઁઝ્ર તપાસની માગ કરી છે. પરંતુ પ્રફુલ પટેલનું નિવેદન એવા સમયે સામે આવ્યું  છે. જ્યારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે રફાલ ડીલ મામલે  ઁસ્ મોદીને ક્લિનચીટ આપી છે. પ્રફુલ પટેલે કહ્યું  કે, રફાલ ડીલમા સરકારે ગોટાળો કર્યો છે. જેથી આ મામલે જેપીસીની રચના કરી તપાસ કરવી જોઈએ. જ્યારે કે, એક નિવેદનમાં પાર્ટી અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે, રફાલ ડીલ મામલે પીએમ મોદીની પ્રતિબદ્ધતા અંગે કોઈ શંકા નથી. જેથી કેન્દ્ર સરકારે રફાલ ડીલની કિંમત દેશની જનતાને જણાવવી જોઈએ.

Previous articleઆઈસીસી મહિલા વર્લ્ડ કપ ટી-૨૦ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત
Next articleકોંગ્રેસની સરકાર બનશે તો અમે મેડ ઈન ભોપાલ, મેડ ઈન મ.પ્રદેશ મોબાઈલ બનાવીશું : રાહુલ ગાંધી