‘લોકસંસાર’ દૈનિક, લેખક જરજીસ કાઝીના પ્રયત્નોથી યુવાધન કામયાબ

775

ભાવનગર અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા ‘લોકસંસાર’ દૈનિકમાં દરરોજ ‘જનરલ નોલેજ કોર્નર’ નામે એક આર્ટીકલ પ્રસિધ્ધ કરવામાં આવે છે. ખ્યાતી બાદ્ય લેખક જરજીસભાઈ કાઝી (કાઝીસર) દ્વારા જનરલ નોલેજને લગતા પ૦ પ્રશ્નો સમાવેશ કરવામાં આવે છે. જેના નિયમિત અભ્યાસ થકી અનેક યુવક યુવતિઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરળતાપુર્વક પાસ કરી પોતાના કેરીયર પથ પર આત્મનિર્ભર બન્યા છે તાજેતરમાં યોજાયેલ પી.આઈ.ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં ૧૪માં ક્રમાંકે ઓમદેવસિંહ જાડેજા પસંદગી પામેલ છે.  ઓમદેવસિંહ જાડેજા અગાઉ પણ પીએસઆઈ અને મામલતદારની પરીક્ષામાં રાજયકક્ષાએ અગ્ર હરોળમાં ઉર્તિણ થયા હતાં. તેમણે પોતાની કારકીર્દી પથમાં મદદરૂપ થવા બદલ ‘લોકસંસાર’ દૈનિક અને કોલમીસ્ટ જરજીસ કાઝીનો અભાર વ્યકત કર્યો હતો.

Previous articleવેસ્ટમાંથી બેસ્ટનું પ્રદર્શન
Next articleભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા નવી સાત બસો શરૂ કરાઈ