ચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ ઝબ્બે

1346

ગારિયાધાર પોલીસ મથકમાં ગત તા. ર૬-૮ના રોજ નોંધાયેલ બાઈક ચોરીના ગુનામાં ગારિયાધાર પોલીસે એક શખ્સને ચોરી કરેલ બાઈક સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.  ગારીયાધાર પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એચ.બાર.ની રાહબરી મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં હે.કો. ભારતસિંહ વેગડ, પો.કો. દિલીપભાઈર ખાચર, પો.કો. શકિતસિંહ સરવૈયા, વગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો. દિલીપભાઇ ખાચર,પો.કો. શકિતસિંહ સરવૈયાને મળેલ સંયુકત બાતમી આધારે નવાગામ તા. ગારીયાધારનાં ફરીયાદીએ  તા.૨૬/૦૮- ના રોજ રાત્રીનાં સમયે કોઇ અજાણ્યો ઇસમ તેમનુ બાઇક બ્લયું કલરનું રજી નં. જીજે ૧૬ એકયુ ૮૯૨૩ ચોરાય ગયેલએ ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમ મુંન્નાભાઇ ભુપતભાઈ ધોળકીયા/દે.પુ.રહે જુના બેલા રોડ ગારીયાધાર વાળાને નવાગામ રોડ સમ્રાટ ટોકીઝ પાસે ઉભો છે તેવી માહિતી ઉપરોક્ત પોલીસ સ્ટાફને મળતાં તુરંતજ હકિકત વાળી જગ્યાએ જઇ એ ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી ઉંડાણ પુર્વક પુછપરછ કરતાં ઉપરોકત ચોરાયેલ બાઇક પોતે ચોરી કરેલાની કબુલાત કરેલ છે તેમજ આરોપીને અટક કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં હેડ.કો.ભારતસિંહ વેગડ દ્વારા આગળની તપાસ આદરેલ છે.

Previous articleઅમુલભાઈના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ
Next articleવલભીપુરમાં કેમિસ્ટોએ બંધ પાળી મામલતદારને આવેદન આપ્યું