બારપટોળી ગામેથી વિદેશી શરાબ સાથે શખ્સ જબ્બે

917

અમરેલી એસઓજીની ટીમએ રાજુલાના બારપટોળી ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો. અમરેલી એસઓજીની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગમાં હતી તે વેળા ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે રાજુલા તાલુકાના બારપટોળી ગામે રહેતા રવિ મધુ મરમલ (ઉ.વ.ર૪)રે બારપટોળી વાળાના રહેણાંકી મકાનમાં દરોડો પાડી વિના પાસ પરમીટે રાખેલ અલગ-અલગ ઈંગ્લીશ દારૂની બોટલ નં. ૬૪ કિ.રૂા. ૧૯૪૦૦ના જથ્થા સાથે બુટલેગર રવિ મરમલાને ઝડપી લઈ તેની વિરૂધ્ધ રાજુલા પોલીસ મથકમાં પ્રોહી. એકટ તળે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકુંભારિયા ગામે ભગતસિંહની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ
Next articleકેનાલમાં પાણી છોડવાની માંગણી સાથે ગઢડાના ખેડૂતોના ધરણા, આવેદન અપાયું