એક સમયે હું એવરેજ પેઈન્ટર હતી : આલિયા ભટ્ટ

1187

આજે મોખરાના કલાકારોમાં ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે એક સમયે મને પેઇન્ટીંગમાં રસ પડયો હતો અને મેં પેઇન્ટીંગના ક્લાસ પણ જોઇન કર્યા હતા પરંતુ હું એકદમ એવરેજ પેઇન્ટર હતી.

’સ્કૂલમાં ભણતી હતી ત્યારે મને પેઇન્ટીંગમાં રસ જાગ્યો હતો અને મેં પેઇન્ટીંગના ક્લાસ પણ જોઇન કર્યા હતા. હું ચાર્કોલ પેઇન્ટીંગ કરતી હતી. જોકે બહુ સાધારણ પેઇન્ટર હતી. મારાં કેટલાંક ચિત્રો વખણાયાં પણ હતાં. પરંતુ હુંં એ કલાને વળગી ન રહી અને સમયના વીતવા સાથે મનેે એમાં ઇન્ટરેસ્ટ ન રહ્યો’ એમ આલિયાએ કહ્યું હતું.

આલિયાના દોસ્ત તપન મોદીએ તદ્દન જુદી વિચારધારા ધરાવતા બે પેઇન્ટર્સના યોજેલા પ્રદર્શનના ઇવેન્ટમાં હાજરી આપતી વખતે આલિયાએ કહ્યું કે તપનના આ ઇવેન્ટમાં હાજરી આપતાં મને એવું લાગ્યું જાણે અહીં પૂર્વ અને પશ્ચિમનો સમન્વય થઇ રહ્યો છે. આ ફ્યૂઝન નથી, સમન્વય છે. બંનેનાં ચિત્રો ખાસ છે,એ નિહાળતાં મને મારાં પેઇન્ટીંગ્સ યાદ આવી ગયાં. મને સમયસર સમજાઇ ગયું હતું કે હું કદી કોઇ પોર્ટ્રેટ બનાવી નહીં શકું. કદાચ બનાવું તો એ મારી લાડકી બિલાડી એડવર્ડનું હોઇ શકે. આટલું કહીને આલિયા હસી પડી હતી. ત્યારબાદ પોતાના પિતા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની સડક ટુમાં કામ કરવાની છે. આ ફિલ્મ ૧૯૯૦ના દાયકામાં મહેશ ભટ્ટે બનાવેલી અને સંજય દત્ત સાથે પૂજા ભટ્ટને ચમકાવતી સડકની સિક્વલ છે. સડક ટુમાં બંને ઓરમાન બહેનો પૂજા અને આલિયા સાથે ચમકવાનાં છે.

Previous articleમુંબઇ પોલીસ માટે આદર છે અમિતાભ બચ્ચન
Next article‘૨.૦’માં ઐશ્ર્‌વર્યા મહેમાન કલાકાર તરીકે દેખા દેશે