સુરક્ષા રંગતાળી મહોત્સવ ૨૦૧૮નું પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન

830

ભાવનગર સુરક્ષા સેતુ સોસાયટી અને જીલ્લા પોલીસ તથા લોક ઙભાગીદાર દ્વારા સુરક્ષા રંગતાળી મહોત્સવ ૨૦૧૮નું ભવ્ય નિઃશુલ્ક આયોજન નવાપરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ છે.

જે અંગેની માહિતી આપતા એસ.પી. માલ દ્વારા જણાવાયુ હતું કે તારીખ ૧૦ થી ૧૮ ઓકટોબર નવરાત્રી મહોત્સવના નિઃશુલ્ક આયોજન કરવાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો જે પ્રોફેશનલ આયોજનમાં જઈ નથી શકતા તેવા લોકો પોલીસ સુરક્ષા વચ્ચેબહેન દિકરીઓની સલામી વચ્ચે નિર્ભય રીતે નવરાત્રી મહોત્સવની મજા લઈ શકે તેમજ રંગતાળી મહોત્સવ ૨૦૧૮ના ભવ્ય આયોજનમાં નવ દિવસ દરમિયાન અનેક નામી-અનામી કલાકારો આવી ભાવેણાવાસીઓને ગરબાની મજા કરાવશે  તથા નવાપરા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉમાં યોજાનાર નવરાત્રી મહોત્સવમાં આશરે ૪ હજારથી વધુ લોકો ગરબાની મજા લઈ શકશે તેમજ ૩-૪ હજાર લોકો મેહમાનો નિહાળી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અદભૂત લાઈટ ડેકોરેશન તેમજ ખૈલેયાઓને હચમચાવી દે તેવા ડીઝીટલ સાઉન્ડનું ખાસ આયોજન કરાયુ છે.

આ રંગતાળી મહોત્સવ ૨૦૧૮માં નિઃશુલ્ક જોડાવા અને મુક્ત મને નવરાત્રી મહોત્સવની મજા માણવા જીલ્લા પોલીસ વડા પી.એલ.માલ દ્વારા ભાવેણાવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Previous article૧૨મીએ ઘોઘા-દહેજ ફેરી સર્વીસનું યોજાનાર લોકાર્પણ હાલ મોકુફ રખાયુ
Next articleજીએસટી નંબર લઈને ખોટા બીલ બનાવતા લોકો સામે જાગૃતિ જરૂરી- જોઈન્ટ કમિ.દવે