સંજય દત્તે “રૂપા અને આનંદ પંડિત-ઈએમઈ સેંટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત!

616

રૂપા અને આનંદ પંડિત ઈએમઈ સેંટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’ના ઉદ્ઘાટન કરવા સુપરસ્ટાર સંજય દત્ત પહોંચ્યા હતા જ્યાં તેમની આનંદ પંડિત વચ્ચે ગહેરી મિત્રતા જોવા મળી હતી અને આ ઇવેન્ટ દરમ્યાન સંજુ બાબાએ આનંદ પંડિત અને રૂપા પંડિતની પ્રસંશા કરી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

સંજય દત્તે જણાવ્યું હતું કે “મને અહીં આવીને ઘણી ખુશી થઈ,આનંદભાઈ અને ભાભી મારા પરિવાર જેવા છે જ્યારે તેમને મને આ વિશે વાત કરી તો હું આનંદભાઈને ના નથી પડી શકતો તેઓ મારી ફેમિલીથી વિશેષ છે અને તેમનું મમ્મીને એટલું કહીશ કે તમને ગર્વ થવો જોઈએ કે તમને આનંદભાઈ જેવો પુત્ર મળ્યો છે અને ઇસ્ટિટ્યૂટ જે વિદ્યાર્થીઓ માટે આટલું કરી રહી છે તે જોઈને હું ખુશ થયો”  આનંદ પંડિતે જણાવ્યું હતું કે “મને લાગ્યું હતું કે સંજય દત્ત સંસ્થાની મૂલાકાત લેવા આવશે અને મારી દ્રષ્ટિ વિચારણા કરશે,સંજય એક સુપરસ્ટાર છે અને અંત્યત ઉદાર વ્યક્તિ છે.