૧૦૦૦ કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લૉન્ચ કરી ચીને

941

ચીને નવી હાઇ સ્પીડ ટેક્નોલોજી ધરાવતી ટ્રેનનું મૉડેલ લૉન્ચ કર્યું છે. જે કલાકના ૧૦૦૦ કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫થી હાઇ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે. ચીનની નવી ટ્રેનના મૉડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ ઑન્થ્રેપ્રેન્યોરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

હાઇ સ્પીડ ટ્રેનને ધ ફલાઇટ નામ આપવામાં આવ્યું છે. ટ્રેનની કેબિન ૨૯.૨ મીટર લાંબી ત્રણ મીટર પહોળી હશે. ટ્રેન વેક્યુુમ સિસ્ટમ દ્વારા જમીનથી ૧૦૦ મિ.મી. ઉપર ચાલશે. શાંઘાઈ યુનિવર્સિટીના રેલવે નિષ્ણાત સૂન જંગે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ ટ્રેનની ટેક્નોલોજીએ ચીનને અમેરિકાની સમકક્ષ મૂકી દીધું છે. ટ્રેનમાં એરોસ્પેસ ટેક્નોલોજીમાં વપરાતી ઈલેક્ટ્રો મેગ્નેટિક પ્રપ્યુલઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીન દુનિયાનું સૌથી લાંબું ૨૨૦૦૦ કિ.મી.નું હાઇ સ્પીડ નેટવર્ક ધરાવે છે.

Previous articleછત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રામદયાલ ભાજપમાં જોડાયા
Next articleઆઈએએસ એકેડેમીના સ્થાપક શંકર દેવરાજને ફાંસી લગાવી આપઘાત કર્યો